Gujarati Quote in Thought by ધબકાર...

Thought quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

વિચારો જ વિચારો...

મન સખત છે નઈ..!?
કોઈજ નીતિ નિયમો નઈ ગમે ત્યારે ગમે તે વિચારે. અલા દિવસ-રાત, પરિસ્થિતિ કાંઈપણ ના જોવે જ્યાં જુવો ત્યાં ખોટું ડહાપણ કરી આવે. જાણે આપણો કોઈજ કંટ્રોલ ના હોય એવુંજ વર્તન કરે.

ઘણીવાર કોઈએ ના કહ્યું હોય કે ના વિચાર્યું હોય એ પણ વિચારી આપણને દુખી કરી નાખે. હા.... એવુંજ પોતાનું જ શાશન ચલાવે.

એટલે તમે જુવો તો ઘણા માણસો ગમે તે સ્થિતિ પરિસ્થિતિ હોય હસતાં જ હોય. અરે કોઈ મરી ગયું હોય બેસણા માં ગયા હોય શાંત્વના પણ એવીજ આપે હશે હવે ભલે ગ્યાં આમપણ અહીં બધાને નડતા હતા.??? અને ઘણા ૯૦ ની ઉમરે જાય તોય કે થોડું રોકાયા હોત તો સારું થાત. એમ કહી પોક મૂકી રડે અને રડાવે.

સુખ દુખ મનમાં ઉદ્ભવતી સ્થિતિ છે. એટલે મન ઉપર એટલો કંટ્રોલ તો ચોક્કસ રાખવો કે જેમ સુખ પસાર થઈ જાય એમ દુખ ને પણ પસાર થવા દેવું રોકી ના રાખવું. વિચારોને આટલા શુદ્ધ તો કરવાજ. આમજ ખુશ રહો અને રહેવા દો.

*****

સદા ખુશ રહો...
સદા જીવંત રહો...
જય શ્રી કૃષ્ણ...

Gujarati Thought by ધબકાર... : 111224385
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now