*સોનાની બોલપેન સંતાનોને વારસામાં આપશો*
*પણ,*
*એને શું લખવું એની સમજણ* નહીં આપો તો પરિણામો ભયંકર આવશે..!!
*જરૂરિયાત મુજબ જિંદગી* *જીવો, શોખ મુજબ નહીં..*
કારણ કે જરૂરિયાત ગરીબ ની પણ પુરી થાય છે,
અને શોખ રાજા ના પણ અધુરા રહી જાય છે.
ખૂબજ સરસ ગણિત છે દોસ્ત !
વસ્તુ હોય કે સંબંધ..
*વિકલ્પ વધે એટલે કિંમત* *આપોઆપ ઘટતી જાય છે!*
કુદરતે બે જ માર્ગ રાખ્યા છે.
*કાં તો આપીને જાવ*,
*નહીં તો મુકીને જાવ*,
સાથે લઈ જવાની કોઈ વ્યવસ્થા નથી પણ માણસ માનવા જ તૈયાર નથી!
*માણસે* સમજાવ્યું કે સમય બદલાઈ જાય છે,
પછી સમયે મને સમજાવ્યું કે *માણસ* પણ બદલાઈ જાય છે !!
*જો રોટલી માં "ઘી" અને*
*બોલવા માં "જી"*
*લાગી જાય ને સાહેબ*
*તો "સ્વાદ" અને "ઈજ્જત"*
*બેઈ વધી જશે .......!!!*
*મનુષ્ય નો સ્વભાવ છે કે... મળેલી વસ્તુ ની કદર તે બે વાર જ કરે છે...*
*એક મળતા પહેલા અને બીજી ગુમાવ્યા બાદ...*
*" આંસું તમારું હોય.,*
અને પીગળતું કોઈક બીજું હોય.. ", તો સમજવું કે સંબંધ ૨૪ કેરેટ સોના કરતાય કિમતી છે..
" પછી એ પ્રેમ નો હોય મિત્રતા નો હોય કે લાગણી નો હોય.. "
*નિમિત્ત* કોણ છે
એનાથી કોઈ ફેર
નથી પડતો,
*નિર્ણય* હંમેશા
કુદરતનો જ હોય છે..
જે આ સ્વીકારી શકે
એને
દુનિયાની કોઈ તાકાત
*દુઃખી* ન કરી શકે..!!
*મારી સાથે* બેસીને........ *સમય* પણ રડ્યો એક દિવસ બોલ્યો *તું મસ્ત વ્યક્તિ છે*....... હું જ ખરાબ ચાલી રહ્યો છું
શુભ સવાર?