તું.......એટલે
મારી આવતીકાલનું જીવવાનું બહાનું ........
તું.....એટલે
મારામાંથી મારું બાદ થવું
ને મારામાં તારો સરવાળો ...........
તું......એટલે
મારી ગમતી સફરનું પૂર્ણ વિરામ ...........
તું......એટલે
મારી હથેળીમાં રહેલી અદ્રશ્ય રેખા .........
તું......એટલે
શિયાળાના ગુલાબી તડકાનો પર્યાય .........
તું......એટલે
મારા અસ્તિત્વનો પડછાયો .........
તું....એટલે
પ્રાત:કાળે ઇશ્વર થી પણ પહેલા જે યાદ આવે એ
તું.....એટલે
મારો સમાનાર્થ.....
તું.....એટલે
મારી એકલતાનો સથવારો ....
તું.....એટલે
હર ચહેરામાં તને શોધતી મારી નજરનું બહાવરાપણુ ..
તું.....એટલે
મારા થાકનો વિસામો ...
તું...એટલે
હું ........