Gujarati Quote in Story by Hitarthi Dhebar

Story quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

: ટૂંકી હોરર વાર્તા:

પિળચટ્ટી
સુરમયની ઊંઘ માંડ માંડ ઉડી.આંખો ઉઘડતાજ એને રાતનું ડરામણું સ્વપ્ન યાદ આવ્યું.એણે જોયું કે પોતાના સુતેલા શરીર પર કોઈ ભયાનક આકૃતિ ઝળુંબી રહી હતી. એની આંખો પિળચટ્ટી હતી. અચાનક એણે સુરમયની છાતી પર એનો હાથ મુક્યો અને જાણે તેના શરીર નું બધું જ ચેતન શોષી લીધું.સુરમય ઝબકી ને જાગી ગયો હતો.અત્યારે એને શરીરમાં નબળાઈ વર્તાતી હતી . માથું ભમી રહ્યું હતું.એ મહાપરાણે ઉભો થઈને ટેબલ સુધી પહોચ્યો અને ખુરશી પર બેઠો. સામે અરમા ઉભી હતી. માથું ઝુકાવી ને ઉભેલી અરમાને જોઈને સુરમય બોલ્યો,: "અરે, આજે તારું ફેવરિટ "સુખ ચૈન ન હૃદય બીનું ઘનશ્યામ" નથી ગાવું?અરમા એ માથું ઉંચુ કરી સામું જોયું. સુરમય ના હોશ જ જાણે ઉડી ગયા. એ જ રાતવાળી પિળચટ્ટી આંખો એને તાકી રહી હતી પણ અત્યારે એ આંખો અરમા ની હતી.સુરમયનું માથું ભમવા લાગ્યું, એના હોઠ સુકાવા લાગ્યા. એ મહાપ્રયત્ને બોલ્યો,"અરમા, ત.. ત..તને સ.સ શું... શું... થાય..."
" અરમા , કોણ અરમા?"ઘોઘરો અવાજ બોલ્યો.
................................................

૨.
છુટકારો
અધખુલ્લાં બાર ની આડશે ઉભેલી ઝરણાં પોતાના કાકીને બોલતાં સાંભળી રહી હતી, એ કાકાને કહી રહ્યા
હતા:"એવું કેવું પૈસા નું વળગણ કે પત્ની મરી પરિવારે તો ય નાની અમથી છોકરી ને ભાઈ ભાભી પાસે મૂકીને વિદેશ જવાનું મન થાય.અરે, હું તો આ દાગીનાને સંભાળીને થાકી ગઈ છું, બોલાવો તમારા ભાઈને પાછા."
બિચારિક નાની ઝરણાં ને માથે તો માં ના મરી ગયા પછી દૂખ ના ડુંગર જ જાણે ઉગી નીકળ્યા હતા.કાકીની બીક થી ઝરણાં પાછી પોતાના કામે લાગી.એ ઓરડો વાળતી હતી.તેમાં આજે કબાટ પાછળનો ખૂણો વાળ્યાં વગરનો રહી ગયો.અચાનક કાકી આવી પહોંચ્યા અને ઝરણાં ને એક ધકકો માર્યો. બોલ્યાં,:"આ સામેનો ખૂણો વળવા કોણ મારી દેરાણી ને તારી મમ્મી આવશે નરકમાં થી? અસલ માં- બાપ પર જ ગઈ છો.. કામચોર.. " કહીને હાથમાં પકડેલી લાઠી નો એક ફટકો મારી દીધો.નાજુક ફક્ત સાત જ વર્ષની બે ત્રણ દિવસના કુપોષણ વાળી ઝરણા એક જ ફટકા માં ધબાક લઈને પડી ગઈ."ચાલ, સરખું વાળી નાખ ફરીથી,"કહીને ઝરણા ના પરી આંટી એટલે કે કાકી ઝરણાં ને કેટલું વાગ્યું છે એની તપાસ સુધ્ધાં કર્યા વગર લાઠી નો ઘા કરી ને ચાલતાં થયા.થોડી વાર પછી ઝરણાં બેઠી થઈ, એને નવાઈ એ વાતની લાગી કે આવી વજનદાર લાઠી કાકી એ મારી હતી તો પણ એને દુખાવો જરાપણ નહોતો થતો.હશે લાવને પેલો ખૂણાનો કચરો વળી લઉં, નહીતો વળી કાકી મારશે.આટલું વિચારી ઝરણાએ ઝાડુ ઉપાડવા હાથ લંબાવ્યા, પણ આ શું, એના હાથ...એના હાથ તો ઝાડુની આરપાર જ ચાલ્યા જતા હતા..અચાનક એની નજરે એક લાલ ધાબું પડ્યું.. તે પૂરું થાય ત્યાંથી એક લોહીનો રેલો જતો હતો ...પણ ..પણ આતો એ પોતે હતી ...રેલાને છેવાડે પોતાનું જ નિચેષ્ટ શરીર પડ્યું હતું.. ઝરણાને થોડી જ વારમાં બધું જ સમજાય ગયું... પણ એ ખુશ થઈ, દુન્યવી દ્રષ્ટિ એ થયેલું પોતાનું મરણ , એ મરણ નહીં હકીકતે તો ત્રાસની દુનિયામાં થી છુટકારો હતો.

Gujarati Story by Hitarthi Dhebar : 111215755
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now