કદીએ ના વિસરાય અવતાર માતપિતાના.
કદી પણ ના ભૂલાય ઉપકાર માતપિતાના.
લાવી આપણને જગતમાં ઉછેરી મોટા કર્યા,
કદી પણ ના ભૂલાય એ સંસ્કાર માતપિતાના.
રહી પોતે ભૂખ્યાં આપણને જમાડનારાં છે,
કદી પણ ના ભૂલાય એ વિચાર માતપિતાના.
પૃથ્વી પરના એ દેવ છે સાક્ષાત સમજાય તો,
કદી પણ ના ભૂલાય એ ઉચ્ચાર માતપિતાના .
રાખતા બાધા આખડી સંતાન હિત કાજે એ,
કદી પણ ના ભૂલાય એ આચાર માતપિતાના.
ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર.