English Quote in Shayri by બાબા સત્સંગી

Shayri quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in English daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

પ્રેમ અને પરમાત્મા ક્યારેય ગેરહાજર હોતા નથી....
આપણે જ આપણી જીદ, ઇચ્છાઓ, માન્યતાઓ, અને આગ્રહો થી પ્રેમ ઉપર થરના થર જમાવી દઈએ છીએ અને પછી કહીએ છીએ કે પ્રેમ અલોપ થઈ ગયો છે.
તમે જ લાદી દીધેલું થોડુંક હટાવી દો, પ્રેમ તો હતો ત્યાંનો ત્યાં જ છે. તમારો પ્રેમ તમારી આસપાસમાં જ ક્યાંક હશે.
થોડાક થર હટાવી દો, એકાદ ગાંઠ છોડી નાખો, થોડોક ભાર હળવો કરી દો...
પ્રેમ અને પરમાત્મા જેટલા સુલભ છે એટલા જ દુર્લભ છે
ઘરાકી બહુ હોય અને માલની ખેંચ હોય તો ભાવ વધે તેમ પરમાત્મા એ અછત ઉભી કરેલી છે...
પરમાત્મા તમારી સામે હોવા છતાં દેખાતા નથી એ જ એનું મહત્વ છે.
અછત ની જ કીમત છે...
જે પ્રેમ અને ભગવાન ને યાદ રાખે તેને માટે સુલભ છે...
આપણી યાદી માં જ પ્રેમ અને ભગવાન નથી પછી ક્યાંથી સુલભ રહે..
જે વસ્તુ આપણા મગજમાંથી જતી રહે પછી આપણને ઘરમાં હોય તો પણ જડે નહિ તે પ્રમાણે પ્રેમ અને ભગવાન બાજુમાં જ છે પણ ભેજા માં જ ન હોય તો ક્યાંથી મળે ???

કલ્પેશ ઉમરેટીયા

English Shayri by બાબા સત્સંગી : 111203971
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now