હે પ્રભુ,
જન્મથી શરૂ કરીને મૃત્યુ સુધી પલે-પલ તારો *પ્રેમ વરસતો રહ્યો છે*,
મારા પર...!!!
મારૂં ઊંઘવું એ *તારી કૃપા વિના* શક્ય નથી...!!!
ક્યું બટન દબાવે છે તું,
કે, મને *ઊંઘ* આવે છે..?
*હું નથી જાણતો...!!!*
ઊંઘમાં હું બધું ભૂલી જાઉં છું તેથી તો ઊંઘ આવે છે..
બધું *ભુલાવવા* માટે તું ક્યું બટન દબાવે છે..?
*હું નથી જાણતો..!!!*
હું જાગ્યો એટલે સ્ફૂર્તિ અને સ્મૃતિ લઈને જાગું છું..
થાકીને *લોથપોથ* થઈને સૂતો હોઉં..!!
પણ સવારે *સ્ફૂર્તિ* ક્યાંથી આવી જાય છે..???
મેં શું કર્યું એના માટે..???
પ્રભુ,રોજ સવારે *સ્ફૂર્તિ આપનાર* તું જ છે..!!!
એના માટે ક્યું *બટન* દબાવે છે તું..?
*હું નથી જાણતો..!!!*
રોજ સવારે મારી બધી સ્મૃતિઓ યથાવત પાછી મળી જાય છે..!!!
કઈ રીતે મળે છે એ..?
*હું નથી જાણતો..!!!*
જો મારી *યાદ શક્તિ ચાલી જાય તો*, મારા સંબંધો,વ્યવસાય,વ્યવહાર,મન-મરતબો-બધું જ ખલાસ..!!!!
પ્રભુ,મને રોજ સવારે યાદ-શક્તિ તારી *કૃપાથી* જ મળે છે,
એ વાત મને રોજ સવારે
સૌથી પહેલા કેમ *યાદ નથી આવતી..?*
શું થાય મારૂં,
જો રોજ સવારે મારી *યાદ-શક્તિ* પાછી ન મળે તો..???
મને રોજ સવારે *સ્ફૂર્તિ અને *સ્મૃતિ* આપનાર તું જ છે પ્રભુ..!!!
તું શું કામ આપે છે...?
ફક્ત ને ફક્ત તારો પ્રેમ જ..!!
તારા *"પ્રેમની વર્ષા"* થતી રહેલી છે મારા જીવનમાં અવિરતપણે...!!!
*કૃતજ્ઞ* છું પ્રભુ ..!!
તારા એ પ્રેમને સમજી શકું એવી સમજણ દે,અને *અનુભવી* શકું એવું *હૃદય* દે...!!
- અજ્ઞાત