પહેલા મહાનતાનો રોગ લાગે છે,
પછી વિપરિત સંજોગ લાગે છે,
સૌની અપેક્ષાનું વહન અઘરું છે,
સત્ય રૂબરૂ કરાવો તો શૉક લાગે છે,
અનુભવ કહે, જાતનું જમણ કરાવો,
તોય,અપયશનો જ ભોગ લાગે છે,
સ્વને ભૂલી જઈએ તો સ્વજન,
બાકી તો સૌને તોડ લાગે છે,
રતીભર પણ જો વિચાર્યું ખુદ માટે,
સતયુગીઓને એ મોહ લાગે છે.