Gujarati Quote in Thought by Kamlesh

Thought quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

....#.... અનોખા પરિવારના અનૂઠા નિયમો ....#....

વ્હાલા પરિજનો,

સૌને સુપ્રભાતમ્‌...
સલામ...નમસ્તે...
ચાલો સૌ મળીને ચાલીએ આ નવા રસ્તે...

૧) પરિવારની સહમતી વગર કોઇ નવી વ્યકિત પરિવારનો સદસ્ય નહિ ગણાય...
૨) પરિવારની કોઇ પણ ચર્ચા,વાતચીત કે હસી-મઝાક વચ્ચે કોઇ બહારનું કમેન્ટ કરશે તો એની અવગણના કરવી...
૩) કોઇ પણ સદસ્ય યોગ્ય કારણ વગર એકબીજાને અંગતમાં મેસેજ નહીં કરે...અને કરે તો પહેંલાં કમેન્ટબોક્ષમાં જે તે સદસ્યની અનુમતી લેવી અનિવાર્ય છે,ત્યારબાદ એકબીજાની સહમતીથી જ અંગત મેસેજ કરવા...
૪) કોઇપણ પરિજન કે બહારની વ્યકિત ઇનબોક્ષમાં કનડગત કરતી હોય તો ચેતવણી આપો કે આમ ના કરે,અને એ સ્ક્રિનશોટ લઇ પોસ્ટ કરવી... એના વિરુદ્ધ યોગ્ય પગલું ભરવામાં આવશે...
૫) જો કોઇ પણ સદસ્ય આ નિયમનો ભંગ કરતું જણાશે તો એની સાથે પરિવારના બીજા સદસ્ય કોઇ સંબંધ નહીં રાખે...
૬) પરિવારની સહમતીથી નક્કી કરેલ કોઇ એક સદસ્ય જે તટસ્થ હોય... એનો નિર્ણય,અંતિમ નિર્ણય ગણવામાં આવશે... અને દરેક સદસ્ય એ નિર્ણયનો આદર કરીને એનુ અનુસરણ કરશે...
૭) પરિસ્થિતિ બગડ્યા પછી પરિવારને જાણ કરવા કરતાં પહેલાં જ બધાને બધી વાત કહી દેવી, જેથી પાછળથી કોઈ સમસ્યા ન ઉભી થાય...
૮) મને કોઇપણ,ક્યારે પણ,કંઇ પણ પ્રશ્ન પૂછી શકે છે, અને એનો સંતોષકારક ઉત્તર આપવા હું વચનબદ્ધ છું...

નોંધ :-
૧)કોઇપણ પરિજનને આ નિયમોથી તકલીફ હોય કે કંઇ પ્રશ્ન હોય તો કમેન્ટબોક્ષમાં બેધડક કહી શકે છે...

૨) પોતાના અમૂલ્ય પ્રતિઉત્તર અને સલાહ આપવા વિનંતી...

શબ્બા ખૈર...
જય સીયારામ...
જય માતાજી...
જય શ્રી કૃષ્ણ...
જય જીનેન્દ્ર...
જય સાંઇરામ...
જય ભોળાનાથ...
હર હર મહાદેવ....

Gujarati Thought by Kamlesh : 111198017
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now