એક નાનકડો વિચાર
અહમ ને છોડવાનો, કર તું , એક સુંદર વિચાર
બદલ તારા અહમ થી ભરેલા આચાર વિચાર
અહમ ને લીધે માનવ કાઢે નિર્દોષ લોકો પર ખાર
વિચિત્ર વર્તન કરી, બગાડે કોઈક નિર્દોષ નો સંસાર
અહમ બગાડે સંબંધો, દોસ્તી, ફેલાવે અંધકાર
છોડ તું અહમ ભરેલા તારા વિચાર, સુખી થશે આખો સંસાર.
અંતર આત્મા નું સાગર મંથન કરી, જાત ને તું સુધાર
સારા આચાર વિચાર થી જ સુખી થાય સૈાનો સંસાર.
Armin Dutia Motashaw