Gujarati Quote in Religious by રામાશ્રય જ્યુબીલી

Religious quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

પ્રગતિ કે પતનના મૂળમાં રહેલા હોય છે વિચાર આપણા.
ઉન્નતિ કે અવનતિના મૂળમાં રહેલા હોય છે વિચાર આપણા.

અન્નથકી જ મનનું નિર્માણ થાય છે આખરે મનુજ જીવનમાં,
સદાચારના રસ્તે પંથ કાપનારના વખણાય છે વિચાર આપણા.

સદાચાર કે સુમતિ એ જ ખરી સંપત્તિ છે માનવમન તણી,
કુમાર્ગે ગતિ કરતાં સદૈવ લોકોથી વખોડાય છે વિચાર આપણા.

વિચાર આજનો જે છે તે આવતીકાલનું કર્મ જ હોઈ શકે,
સાત્વિક આહાર થકી જ દિમાગે જળવાય છે વિચાર આપણા.

રામ કે રાવણ વ્યક્તિ કરતાં વૃત્તિ હજુયે શ્વસે છે સમાજમાં,
વર્તનની બુનિયાદે વ્યક્તિ કે વૃત્તિના મૂલવાય છે વિચાર આપણા.


ચૈતન્ય જોષી પોરબંદર. ' દીપક '

Gujarati Religious by રામાશ્રય જ્યુબીલી : 111194927
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now