Gujarati Quote in Blog by રામાશ્રય જ્યુબીલી

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

વરુણ, વાયુની સવારી સાથે આવે, બની વાવાઝોડું.
આગમન માનવમાત્રને વળી હંફાવે, બની વાવાઝોડું.

અણસાર આફતનો અનાયાસે મનમાં ઘર કરી જતો,
સ્મરણ સહજ સર્વેશ્વરનું જ કરાવે, બની વાવાઝોડું.

જુગલબંધી વાયુને વરસાદની ઘરને જેલ બનાવનારાં
અમંગળ વિચારો માનસપટલે લાવે, બની વાવાઝોડું.

ગુમાવે કોઈ ઘર તો કોઈ સ્વજન પ્રાણથીય પ્યારા જે
આતંક અવની પર આવીને ફેલાવે, બની વાવાઝોડું.

કઠોરકૃપા પરમેશની અસહાયતા, દીનતાને પ્રગટાવતી,
ચોતરફથી નુકશાનના સમાચાર લાવે, બની વાવાઝોડું.

ચૈતન્ય જોષી પોરબંદર. ' દીપક '

Gujarati Blog by રામાશ્રય જ્યુબીલી : 111194644
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now