.....#.....શૂક્ષ્મ શરીરની અદ્દભુત સત્ય ઘટનાઓ.....#.....
શૂક્ષ્મ શરીર :-
આપણે ઘણી જગ્યાએ વાંચ્યું છે કે "ઇશ્વર પ્રકટ થયા અને ભક્તને દર્શન આપી, વરદાન આપી,અંતર્ધાન થઇ ગયા..."
આવું કઇ રીતે બની શકે? કોઇ ગમે ત્યારે ગમે ત્યાં પ્રકટ અને અંતર્ધાન કઇ રીતે થઇ શકે?? આવો પ્રશ્ન થાય છે ને આપણને...? આ છે આપણી અજ્ઞાનતા... ઇશ્વર પ્રત્યેની...? ના રે ના... એ તો આપણી અજ્ઞાનતાનું કવરઅપ છે કે,"અરે એ તો ભગવાન છે ગમે તે કરી શકે"... કાં...?? અરે મૂરખ... તું તો અજ્ઞાનીની સાથે સાથે મૂરખ છો જ,હવે જેનામાં જાણવાની જીજ્ઞાસાવૃત્તિ છે કે આ કઇ રીતે બની શકે? એને તો મૂર્ખતાની રાહ ના ચિંધ... એને જાણવા તો દે કે,"ઇશ્વર પ્રકટ થયા તો થયા કઇ રીતે? અને એમનું શરીર હવા રુપી,આકાશમાં લટકતું કઇ રીતે હતું? અને વળી પાછાં અંતર્ધાન થઇ ગયા તો કઇ રીતે થયા...?
પ્રશ્ન અનેક છે ઉત્તર એક અને માત્ર એક જ છે...
"યોગશક્તિ"... યોગવિદ્ધા એ એક એવી અલૌકીક વિદ્યા છે કે જે આપણા શરીરના ત્રણેય સ્વરૂપને પૃથક કરી એ દરેક અંશ પર અનુશાસન અપાવવામાં મદદરુપ થાય છે..
એક સિદ્ધયોગી પોતાની યોગમુદ્રામાં બેસીને ધ્યાનશક્તિ દ્વારા પોતાના સૂક્ષ્મ શરીરને બ્રમ્હાંડના કોઇપણ ખૂણે ભ્રમણ કરાવી શકે છે... અને સમસ્ત બ્રમ્હાંડનું જ્ઞાન પ્રાપ્ત કરે છે... આને બ્રમ્હજ્ઞાન કહે છે... તુલસી રચિત હનુમાન ચાલીસામાં એક પદ આવે છે કે," જુગ સહસ્ત્ર યોજન પર ભાનુ" હવે શું એ સમયે તુલસીદાસજી માપપટ્ટી લઇને પૃથ્વીથી સૂર્ય સુધીનું અંતર માપવા ગયા હતા...? ના અશક્ય... આ હતી આપણા યોગીઓની યોગવિદ્ધા...
આજના સમયમાં માણસ એટલો અજ્ઞાનતાથી પરિપૂર્ણ થઇ ગયો છે કે એ પોતાને મળેલા મનુષ્ય અવતારનું મુખ્ય કર્મ મૂકીને સ્થૂળ વસ્તુની પાછળ એવી આંધળી દોડ મૂકી છે કે એને યોગ તો દૂરની વાત રહી બ્રમ્હમુહૂર્તમાં સામાન્ય પ્રાણાયમ કરવાનો સમય નથી... સૂર્યવંશીઓ સૂર્ય રોંઢોના થાય ત્યાં લગી પથારી ના મૂકે... આ છે આજના ખરા અર્થમાં સૂર્યવંશીઓ... હવે જેને પ્રાણાયામનું જ્ઞાન નથી એ યોગ શું ધૂળ કરવાનો...? પરીણામે મનુષ્યનું આયુષ્ય ઘટતું જાય છે... આપણા ઋષિમુનિઓ સદિઓ સુધી તપસ્યા કરતા,હજારો વર્ષ જીવતા, શ્રી કૃષ્ણનું જ ઊદાહરણ લઇયે તો આ મહાન યોગી દ્વાપરયુગથી લઇ કળીયુગ સુધી પૃથ્વી પર જીવીત રહ્યા,અને લીલાઓ કરી,મહાભારત કરી,યોગવિદ્ધા દ્વારા સૂક્ષ્મ રુપે દ્રૌપદીના ચીર પૂર્યા,યુગપુરુષ કહેવાયા... કારણ? યોગવિદ્ધા....
અત્યારે તો ભાઇ અડધી સદીએ ક્લિન બોલ્ડ થઇ જાય છે... કારણ??? યોગવિદ્ધા પ્રત્યેની અજ્ઞાનતા.....
હવે વાત કરીયે અમુક સત્યઘટનાઓની...
રોચેસ્ટરયુનિવર્સિટી, ન્યુયોર્કના પ્રોફેસર વિજ્ઞાાની ડૉ. થેલ્મા મોસ અને ડૉ. માર્ગારેટ આર્મસ્ટ્રોન્ગે એમના પ્રયોગોને આધારે એવું સાબિત કર્યું છે કે વ્યક્તિનું સૂક્ષ્મ શરીર એના સ્થૂળ શરીરથી અળગું થઇ શકે છે અને પળભરમાં હજારો માઇલ દૂર જઇ શકે છે. ડૉ. થેલ્મા મોસે એમના સંશોધન ગ્રંથમાં આવી અનેક ઘટનાઓનો ઉલ્લેખ કર્યો છે. આમાંની એક ઘટના ઇ.સ. ૧૯૦૮માં બની હતી. બ્રિટનનું 'હાઉસ ઓફ લોર્ડસ'નું અધિવેશન ચાલી રહ્યું હતું. આ અધિવેશનમાં વિરોધી દળે સરકારની વિરુદ્ધ અવિશ્વાસનો પ્રસ્તાવ મૂક્યો હતો અને તે દિવસે પ્રસ્તાવ પર મત ગણતરી કરવાની હતી. વિરોધી પક્ષ મજબૂત હતો એટલા માટે સરકારને બચાવવા માટે સત્તા પર રહેલા પક્ષના બધા સભ્યોનું એ અધિવેશનમાં હાજર રહેવું અનિવાર્ય હતું. પણ સત્તા પર રહેલા પક્ષના સભ્ય સર કોર્નરાશ ગંભીર રીતે બીમાર હતા. એમની સ્થિતિ એવી નહોતી કે તે પથારીમાંથી ઊભા થઇને હરીફરી શકે. બધાની એવી તીવ્ર ઈચ્છા હતી કે સર કોર્નરાશ અધિવેશનમાં હાજર રહી મતદાન કરે...
............(... ક્રમશઃ........).......