રાત આખી રમે તો ય થાકે નહીં ,
રાસ છે કે રમત કાંઈ ભાખે નહીં .
રામને પણ પછી પ્રશ્ન થાતો હશે,
બોર એકેય કાં શબરી ચાખે નહીં ?
એટલે તો ઉઠાવી ગયો ભોળવી,
રૂપ એવું કે શંકાય જાગે નહીં.
અર્થ ભગવો ગઝલમાં જ ડોકાય છે,
શબ્દ એનો ખુલાસો ય માગે નહીં!
સાવ લીલાં હજી પાંદડાઓ છતાં,
વૃક્ષ જેવું જ કાં વૃક્ષ લાગે નહીં ?
---------વારિજ લુહાર