ઇચ્છાઓ નો સુર્ય ક્યાં ક્યારેય ઢળતો હતો...
બની ઝાંઝવાઓ એ તો દરેક ક્ષણે છળતો હતો..
હતાં તમે પડખે,ત્યાં સુધી લાગતો હતો સોહામણો.
ગુચ્છો ગુલાબ નો પછી કાંટાઓ બની ડંખતો હતો..
તાપ થી સુર્ય ના, પીગળયાં ધરતીના કણ કણ...
રાત્રે તો સુરજ પઁણ જઈને ચંદ્રમાં જ ઓગળતો હતો..
ફક્ત દેખાવ માટે મળ્યો છે સૌને દેહ માનવ નો..
બાકી હૃદયમાં એક દાનવ ,સર્પ બની સળવળતો હતો..
સાવ શુષ્ક રહી ગયુ હૃદય વરસાદમાં ભીંજાયા પછી..
શરીર ઉપર થી રંગ વ્યથાઓ નો મંદ મંદ નીતરતો હતો..
એ તો મૃતદેહો નું થયુ છે દહન એટલે...
બાકી એક સમયે તો સમશાન પણ સુગંધથી મધમધતો હતો..
◆Anv◆