માનવને માનવ બનાવે તે શિક્ષણ સાચું.
પારસ્પરિક પ્રેમ જગાવે તે શિક્ષણ સાચું.
શાળા કોલેજો ઔપચારિકથી વિરમતી,
મનમાં મધુરતા પ્રસરાવે તે શિક્ષણ સાચું.
ટકા ગુણ એ નથી માપદંડ માનવતા તણો,
સદગુણો વર્તનમાં લાવે તે શિક્ષણ સાચું.
વાણી પ્રથમ પરિચય વ્યક્તિનો આપતી,
પરા મુખેથી જે બોલાવે તે શિક્ષણ સાચું.
પ્રમાણપત્ર તો આખરે ટુકડો કાગળ તણો,
સદાચારે જીવન દીપાવે તે શિક્ષણ સાચું.
સ્નેહ, આદર, ઔદાર્ય, સહાનુભૂતિ જેવા,
ગુણો વ્યવહારમાં ફેલાવે તે શિક્ષણ સાચું.
ના રહે લેશમાત્ર વિકૃતિ જેના આચરણે,
માનવતા ભારોભાર આવે તે શિક્ષણ સાચું.
ચૈતન્ય જોષી પોરબંદર. ' દીપક '