હું મૌન છું,હું કોણ છું?
હું મીણ છું, એનો મતલબ એ નથી કે હું ક્ષીણ છું,
કોઈ નો કાલ પોર સુધી નો સ્વર છું, બપોરે એક ઘટના બન્યા પછી નો મૌન છું,
હું તો લર્નિંગ માં ગયો હતો,છતાં હું કેમ અગ્નિ માં ગયો,
આપનો કુળદિપક બની, જ્ઞાન ની જ્યોત જગત માં પ્રસરાવ્વા ચાહતો હતો,
તે પૂર્વે જ જ્યોત, જ્વાળા બની, માફ કરશો,
હું જ્યોત ની જ્વાળા માં હોમાય ગયો,
ચિંતા ન કરતા હું ફરી આવીશ મીણ ની જ્યોત બની,
ત્યાં સુધી પરવાનગી માંગુ છું, ને એ વાત પર માફી માંગુ છું આજે તમારી સાથે વાત નહીં કરી શકુ,
કેમકે આજે હું મૌન છું, હવે હું કોણ છું?
ઇશ્વર તેઓની દિવ્ય આત્મા ને પરમ શાંતિ અર્પે તેજ પરમ કૃપાળુ પાસે પ્રાથના.
✍️કુબાવત ગૌરાંગ