પ્રેમ?
અઢી અક્ષર થી બનેલો શબ્દ આખી જિંદગી નો સાર આવરી લે એવો અનાર્થ શબ્દ છે.
પ્રેમની કોઈ વ્યાખ્યા શક્ય નથી.
પ્રેમ એ સર્વસ્વ છે.
મારી વ્યાખ્યા પ્રમાણે, કાઈક મેળવવા ની ઈચ્છા વગર કરવામાં આવતું દરેક કાર્ય, દરેક લાગણીઓ એ પ્રેમ છે.
જ્યારે સામે પણ કાઈક જોઈતું હોય, તો એ તો સ્વાર્થ થઈ ગયો, પ્રેમ નહિ.
કઈ જ જોઈતું ના હોય, ફક્ત આપવું હોય, પ્રેમ થી બધું જ ભરી દેવું હોય એ પ્રેમ છે.
પ્રેમ લગ્ન જ્યારે લોકો કરે છે ત્યારે એમનો પ્રેમ સાચો હોય છે?
પ્રેમ સાચો કે ખોટો કહી ના શકાય કેમ કે પ્રેમની કઈ વ્યાખ્યા જ નથી.
રાધાને સાચું જ્ઞાન યાદ કરાવવા કૃષ્ણ એ રાધાના પ્રેમને મોહ કહ્યું, તો શું રાધાનો કૃષ્ણ પ્રત્યેનો પ્રેમ મોહ હતો? નહિ. અહીંયા ઉદ્દેશ્ય જોવાય છે.
એટલે પ્રેમ સાચો, ખોટો નથી હોતો. પ્રેમ જ્યાં હોય છે ત્યાં બીજું કઈ જ નથી હોતું, સાચું ખોટું, ધોળું કાળું, ઊંચું નીચું, અમીર ગરીબ, આ બધું જ્યાં પ્રેમ નથી ત્યાં જ હોય શકે.
પ્રેમ નો અનુભવ કઈ રીતે થાય?
વ્યાખ્યા નથી, એટલે કહી ના શકાય કે આવું કંઇક થાય એટલે પ્રેમ છે એમ સમજવું. બોલીવુડ માં બતાવ્યાં મુજબ તો બિલકુલ નહિ.
પ્રેમ નો અનુભવ એની મેળે જ તમને ખબર પડી જાય. જ્યારે પ્રેમમાં હો ત્યારે તમે અલગ સુગંધમાં અનુભવાય, લોકો પણ એનો અનુભવ કરી શકે.
પ્રેમ કઈ ઉંમરે થાય?
પ્રેમને કોઈ ઉંમર નથી હોતી. પ્રેમ એ અનુભવ છે. મિલન છે, ઈશ્વર સાથેનું. તમે પ્રેમમાં હો ત્યારે બધી જ ચિંતાથી મુક્ત જણાવ. ઉંમરને આની સાથે કોઈ સબંધ નથી.
શું લગ્ન કરવા માટે પ્રેમ જરૂરી છે?
લગ્ન કરવા જ જરૂરી નથી. લગ્ન એક પ્રથા છે, એક સંસ્થા છે, સમાજ દ્વારા બનાવેલી. પ્રેમ ઈશ્વરીય છે. સમાજ દ્વારા પ્રેમ નથી બનાવી શકાતો. મીરાં નો પ્રેમ, સબરી નો પ્રેમ, સુદામા નો પ્રેમ એ પ્રેમ છે, રાધાનો પ્રેમ, ગોપીઓનો કૃષ્ણ પ્રત્યેનો પ્રેમ એ પ્રેમ છે. એમાં લગ્નની કઈ જરુર નથી.