# Kavyotsav 2
ગઝલ - કર્મફળ
કર્મ વિના કોઈને પણ ફળ કદી મળતું નથી,
ભાગ્ય તારું તું લખે, બીજું કોઈ લખતું નથી
પથ લઇશ સત્કર્મોનો તો મુશ્કેલી પડશે હો ઘણી
પુણ્યનું અજવાળું એવું પાપ ત્યાં ફરતું નથી
વાલિયો ચાલ્યો હતો દુષ્કર્મી રાહે એકલો
સાથ કુટુંબી ન આવે , કોઈ પણ ભમતું નથી
ચાલવા રસ્તો લઈશ સીધો અને હિસાબ થાય
કર્મના ખાતા ખુલીને જે મળે, નડતું નથી
જો પ્રભુ હિસાબ તો કરશે જ ચોક્કસ,માન એ
એમની આંખોને કહું ખોટું જરા ગમતું નથી
-શ્વેતા તલાટી