English Quote in Shayri by બાબા સત્સંગી

Shayri quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in English daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

.

Dt . 14-05-2019

? ? ?

*રત્નકણિકા-79*

*✍?... સ્વામી બ્રહ્મવેદાંતજી*

"...કુદરતે શરીરમાં રોગ આવે તેમાથી મુક્ત થવાય તેવી હિલીંગ પ્રોસેસ મુકી છે. શરીરમાં ક્યાંક વાગે છે, ઘાવ પડે છે ત્યારે આપણે જોઇએ છીએ કે શરીર પોતાની ઇન્ટેલીજન્સથી હિલીંગ પ્રોસેસ, રુઝ લાવવાની પ્રક્રિયા કરે છે.

આપણે શરીરમાં બીમારી આવે એટલે ડોક્ટર પાંસે જઈએ છીએ ત્યારે ડોક્ટર સામાન્ય રીતે એક પ્રશ્ન જરુર પુછે છે કે રાત્રે ઉંઘ બરાબર આવે છે ? જો ઉંઘ બરાબર લેવાતી હોય તો શરીર પોતાની હિલીંગ પ્રોસેસ સરળતાથી કરી શકે છે. પ્રકૃતિએ ઉંઘનુ અદભુત આયોજન કર્યુ છે. ઉંઘના સમય દરમ્યાન ઉર્જાનો જે વ્યય થઈ ગયો હોય છે તે ભરી આપે છે અને જો કોઇ રોગ શરીરમાં આવી ગયો હોય તો હિલીંગ પ્રોસેસ દ્વારા ઠીક કરે છે.

પણ માણસને તો ઉંઘ માટેય ફુરસદ નથી ! રાત્રીના આઠ-દશ કલાક ઉંઘમાં વ્યય કરવા, એના કરતા રાતપાળી કરીને કમાઈ લેવુ છે ! કોઇને કોઇ ક્ષેત્રમાં સફળ થવુ છે, નામના મેળવવી છે. કોઇને ધનપતિ થઈ જવુ છે, કોઇને રાજનીતિમાં દોડ લગાવવી છે.
અહંકારને તૃપ્તિ જોઇએ છે. જેણે જેણે ઉંઘ વેંચીને અહંકારની આવી તૃપ્તિ માટે શરીરની ઉર્જાઓ અતિશય ખર્ચી નાખી છે તેમને શારીરિક અને સાયકોલોજીકલ બીમારી થઈ જાય છે. આવા લોકોના મનમાં કન્ડીશનીંગ અને કન્ફ્યુઝન રહેવાના, બુદ્ધીમાં તનાવ રહેવાનો, ચિત્તમાં વ્યગ્રતા રહેવાની અને અહંકારમાં કોમ્પલેક્સ પેદા થવાના.

કુદરત જરુરત કરતા પણ વધુ ઉર્જા પુરી પાડતી રહે છે. પણ માણસ જ્યારે અતિ કરી નાખે છે ત્યારે પહેલા માનસિક બીમારી આવે છે અને છેવટે માણસ ખાટલે પડે છે. શરીરને આરામ અને ઉંઘ આપે, ડોક્ટરની દવા લે તો શરીર સાજુ થઈ શકે. આમ થતા જ માણસ પાછો આપાધાપીમાં વળગી પડે છે.

માણસને બે શરીર છે. એક સ્થુળ શરીર. બીજુ સુક્ષ્મ શરીર. સ્થુળ શરીર સેલ્યુલર કોષોનુ બનેલુ છે. તેમા અંગો ઉપાંગો છે. તેમા પાંચ જ્ઞાનેન્દ્રીયો અને પાંચ કર્મેન્દ્રીયો છે. સુક્ષ્મ શરીર ઉર્જાઓનુ બનેલુ છે. તેમા ચાર કરણો છે - મન, બુદ્ધી, ચિત્ત અને અહંકાર. સ્થુળ શરીરમાં લોહી પરિભ્રમણ કરે છે. સુક્ષ્મ શરીરમાં ઉર્જા/પ્રાણ પરિભ્રમણ કરે છે.
સુક્ષ્મ શરીરમાં ઉર્જાના પરિભ્રમણમાં અવરોધો આવે છે તો રોગ દાખલ થઈ જાય છે. મન, બુદ્ધી, ચિત્ત અને અહંકારમાં રોગ આવી જવાથી સુક્ષ્મ શરીર બીમાર રહે છે. બીમાર સુક્ષ્મ શરીરથી અધ્યાત્મની યાત્રા શક્ય બનતી નથી.

અંતઃકરણની બીમારી માટે હિલીંગ પ્રોસેસ છે - ધ્યાન.
સ્થુળ શરીરને રોગમુક્ત કરવા જેમ ઉંઘ જરુરી તેમ સુક્ષ્મ શરીરને રોગમુક્ત કરવા ધ્યાન જરુરી.

ઉંઘ લાવી શકાતી નથી પણ ઉંઘ આવે એવુ વાતાવરણ આયોજી શકાય છે. તેવી રીતે ધ્યાન લાવી શકાતુ નથી, પણ આપણે વાતાવરણ નિર્મીત કરી શકીએ. સુક્ષ્મ શરીર સ્વચ્છ હશે તો આગળ યાત્રા થઈ શકશે. બીમાર શરીરને લઈને આપણે પ્રવાસે જઈએ તો વિક્ષેપો આવવાના, ઠહેરાવ આવવાનો..."

( સૌજન્ય : પરાશર વ્યાસજી અને સુનિલ મહેતા )

.

English Shayri by બાબા સત્સંગી : 111169708
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now