મેં જિંદગી ને કહ્યું તું મને એટલી બધી એટલી બધી ગમે છે કે ,
ઓફિસ ના કામ પુરા થાય એટલે તારી સાથે બે ઘડી વાતો કરવી છે.
તું મને એટલી બધી શરારતી લાગે છે કે,
બસ આ ચાવીઓથી વજનદાર હાથોમાંથી ચાવીઓને ઘડીક ખોવાઈ જવાનું કહેવું છે.
જિંદગી તું મને એટલી બધી એટલી બધી ગમે છે કે,
મારી આ સવાર ને સાંજ તને જ માણવા માંગુ છું.
સવારની એ morning walk ને તાજી હવા મારામાં સમાવા માંગુ છું,
ને સાંજે સાથીનો હાથ હાથ માં લઇ રિંગ રોડ પર સહેલ કરવા માગું છું.
જિંદગી હું તને એટલો બધો એટલો બધો ચાહું છું કે,
હજુ તો કામ ની ઉલજનો માંથી નવરો થયો છું.
જિંદગીએ ખૂબ વેદના સાથે કહ્યું .....તું મને એટલો બધો એટલો બધો ગમે છે પણ શું કરૂં?? તારા જીવનભર ના આ કામમાં ને કામમાં મારો - તારો સમય પૂર્ણતાના આરે છે.
છેલ્લા શ્વાસની આ ઘડી પહેલા તું કામની જલેબીમાં જ એવો તે ગુંચવાયો હતો કે જે મીઠાશ તારામાં જ સમાયેલી હતી એને પણ માણવાનું તું ભૂલી બેઠો....
હાય રે !!!!!!!!!! વહાલી જિંદગી હું શું કરી બેઠો????