આરસની એક પ્રતિમા :-
એક છોકરીને જ્યારથી એક પુરુષે જોઈ ત્યારથી તેની દરેક અદા પર પ્રેમ થઇ ગયો.એ બોલતી હોય,ગાતી હોય,કામ કરતી હોય,ચાલતી હોય,ગુસ્સો કરતી હોય,નારાજ હોય,સાડી પરિધાન કરેં ત્યારે તો જાણે જોઈલો કોઈ સોળ વરસની સુંદરી!!
તેનું "ચારું હાસ્ય",તેના કપાળે શોભતી ઝીણી બિંદી અને ઘટાદાર ચમકતા કાળા લાંબા વાળ,આખા અંગમાં વિંટળાયેલી સાડી,ગોળ અને નમણી સુંદર આંખો ગોરા વદનને તેમજ ચમકતા પૂનમના ચાંદને-સૂર્ય કિરણને શરમાવું પડે.તેવું તેનું દેહ સૌંદર્ય સાથે યૌવનની આંબા ડાળખીએ ખીલતી અનેરી ખુશ્બૂ સાથે આમ્રફળની અનેરી શોભા અને તેનામાં ઠસોઠસ ભરેલું મઘમઘતું યૌવન સૌ નીરખે ને મન મોહિત ના થાય તો શું થાય!!! પછી તો એ છોકરીને ૧,૧૧,૧૧૧ વાર
*I Love You*
કહી ચુક્યો એ પુરુષ તેનો છે,એટલે તો એ છુપી છુપી ચાહે છે.આજે નહીં તો આવતી કાલ અને આવતી કાલ નહીં તો અનેક જન્મો બાદ એનો થઈને રહેશે તે વાત એ છોકરી સારી રીતે જાણે છે.ભગવાન "પ્રેમ"થી વશ થતા હોય તો આ છોકરી શું નહીં થાય? એટલી અપેક્ષા રાખે છે......
*આ જન્મે ભલે એને ના મળે પણ અશરીરી પ્રેમ એને જ કરેં તેવી પ્રેમના ખુદ્દાર ખ઼ુદા પાસે બંદગી.*
એ પુરુષ એને કયારેય નહીં ભૂલે,ભલે એ છોકરી ભૂલી જાયઃ....આ જનમ કે પર જનમ!!! સાતો જનમ કે જન્મોજનમ!!!!.
એનું અનુપમ સૌંદર્ય એને ખૂબ ખૂબ ગમે છે.દરરોજે જે રસ્તે વિહરે છે,તે ઉપવનને આંગણે એ પુરુષ કાયમ એની વાટ જુએ છે.એ સમયે ના મળે તો નિરાશા છોડી આશા અમર છે,તેમ સમજી બીજા દિવસના મંગળ પ્રભાતે પુન રીયાજ નો દોર ચાલુ છે.
તા.૦૩/૦૧/૨૦૨૬:શનિવાર
🌺પોષી પૂનમ🌺
- વાત્સલ્ય