#કાવ્યોત્સવ -2
વિષય - આધ્યાત્મ
વહેતું આ ઝરણું જો
કેવું સુંદર નજરાણું જો
ઉગતા આ સૂરજ ની સામે
લાગે હર સુખ નાનું જો...
ચપટી ભરી પીળા પુષ્પ ની
સુગંધ મેં ઉપાડી જો
ખાલી આ નીલ ગગન માં
થોડી મેં ભભરાવી જો
તેના થકી તો બન્યું છે
આ વન હરિયાળું જો...
માં ના આંચળ માંથી
ફૂટી એક ધાર જો
ધવલ આ પ્રવાહી સામે
ના અમૃત ની દરકાર જો...
આસમાની છત્રી ઓઢી
પંખી કરે ગગન-વિહાર જો
પાંખો થી કાપી નભ આખું
તાબે કર્યું બ્રહ્માંડ જો..
છે મારા રૂપ હજાર
કોઈ એક ને નિહાળ જો
થઈ ને પોતે નિરાકાર
આ સૃષ્ટિ નો આકાર જો...
વહેતું આ ઝરણું જો
કેવું સુંદર નજરાણું જો!!