#કાવ્યોત્સવ -૨
"શિવ"
પ્રીત કરી પરમેશ્વરને, ભજું હું અંતઃમનથી
આસ્થા તુજમાં રાખી, નમું હું પથ્થરને દિલથી,
હર તિથિ વારને આસ્થા, કરું હું ઉપવાસથી,
અભિષેક-દીપ-ધૂપ-કીર્તન, કરું હું પાઠ સ્મરણથી,
જાહેર કરું પ્રીત તુજને, ફરીને ચારધામથી,
દાન-પુણ્ય-સેવા-ભક્તિ, કરું હું ભક્તિભાવથી,
ખુબ ભજું હું પથ્થરના શિવને,
તો દોસ્ત! કેમ છે વેરઝેર?
જીવ જીવમાં વસતા શિવથી??
-"દોસ્ત"