#KAVYOTSAV -2
કંઇકને કંઇક વાતોથી ડરે છે,
શા માટે મન વાતવાતમાં લડે છે?
જ્યાં ભારતનું ભાવિ કંડારાય છે તે બાલમંદિરમાં,
પાંચસોના પગાર આપતા સરકાર રડે છે.
જ્યાં મોટેભાગે કોઈજ ભણાવવામાં આવતું નથી તે કોલેજમાં,
સાત આંકડાનો પગાર લેવા કર્મચારી લડે છે.
એક પથ્થર મંદિરમાં જાય છે,તેને તું ભગવાન તરીકે પૂજે છે;
રોજેરોજ ચંપલનું ધ્યાન રાખીને પગે લાગતો,
તું પથ્થરાં જેવો જ જડ કેમ રહે છે?
કંઇકને ......
પ્રાથમિકમાં ચાલતી ડફોળ બનાવવાની પધ્ધતિઓ:
સુખનું વિરોધી દુ:ખ થાય છે અને દુઃખનું વિરોધી સુખ થાયછે,
અરે શા માટે ગોખાવેશ,પોતે તો સમજ:
સુખ પૂરું થાય ત્યાં દુ:ખ શરુ થાય છે
અને દુઃખ પૂરું થાય ત્યારે સુખની શરૂઆત થાય છે.
કંઇકને...
શિક્ષક પૂછે: કહો વિદ્યાર્થી સૂર્ય કઈ બાજુથી ઉગે છે?,
વિધાર્થી બાકી હોશિયાર,બોલે તરત શીખવેલો જવાબ:પૂર્વ.
અરે કદી સૂર્ય ઉગે છે ખરો? સૂર્યતો ત્યાંજ છે,પૃથ્વી ફરે છે,
આની પરાકાષ્ઠા તો ત્યારે થઇ સાહેબ જયારે,
સનસેટ જોવા માટે લોકો મરે છે.
કંઇકને...
ઘટના ઘટે છે કોઈ એક ,પ્રતિભાવો જુદાજુદા મળે છે.
સમજીલો,દુનિયાની ફિલસુફી,
જેવું આપો છો એનું અનંતગણું પાછું મળે છે.
સમય નામની સાંકળ છે મોટી,ક્ષણે ક્ષણે ખરે છે.
યુદ્ધના મેદાનમાં જરૂર હોય જેની, એ ઘરે છે.
કંઇકને...
દુનિયા રાહ જોઇને બેઠી તમોને જોવા કે,તમો ક્યારે પડો છો?
કોઈને ચડવામાં રસ જ નથી,પડતા જોવામાં ખડો છો!
ભિખારી અને આપણામાં ન જણાતો કોઈ ફરક,
એ બહાર પડો છે,ને તું અંદર ખડો છું.
કંઇકને...
સિદ્ધિ પૂછે છે, ‘હે માનુસ, તારા જીવનનો ધ્યેય શો છે?
કંઈજ ખબર વિના શા માટે આમતેમ ફરે છે?
તું જે કરે છે કામ,એ શા માટે કરે છે?,
કંઈ ખબર છે કે નહિ કે,ટાઇમપાસ કરવા માટે કરે છે!
કંઇકને...
કૃષ્ણ જેનો મિત્ર બની ગયો એની જીત જ નિશ્ચિત છે,
પછી ભલે હોય આખી દુનિયા સામે,
પણ વિજય તો અર્જુનને જ મળે છે.
ઈશ્વર પાસે ઈશ્વરની બનાવેલી દુનિયા નથી માંગવાની,
ખુદ ઈશ્વરને જ માંગવાનો છે,
પછી જો શા માટે ડરવું છે અને શા માટે લડવું છે!
કંઇકને કંઇક વાતોથી ડરે છે,
શા માટે મન વાતવાતમાં લડે છે?
-સિદ્ધિ દવે"પણછ"