Quotes by Dr. Siddhi Dave MBBS in Bitesapp read free

Dr. Siddhi Dave MBBS

Dr. Siddhi Dave MBBS Matrubharti Verified

@siddhindavegmailcom
(111.1k)

#KAVYOTSAV -2
કાવ્યપ્રકાર:ત્રિવેણી
(૧)તારાઓની અસ્તવ્યસ્ત ગોઠવણીમાં
આંગળીના ઈશારે નક્ષત્ર બનાવવાની એ ચળ,
ઉનાળામાં રાતે અગાશી પર ખુલા આકાશને ઓઢીને સુવાની એ પળ,
ખબર ના પડીને અમાસના ચન્દ્રની કળા જોવાની વિસરાઈ ગઈ.

(૨)ઓઢી લીધી મેં એ ચાદર ચપોચપ પગથી લઈને માથા સુધી,
આખો દિવસના થાકને લીધે મચ્છરદાની વિના ઊંઘ આવી ગઈ.
ખબર નહોતી કે સપના માટે ચાદર ટૂંકી પડશે.

(૩)મારી અને સમાજની નજર પડી એના સેલ્ફી ખેંચાવતા હસતા મુખ ઉપર,
ગોગલ્સ પાછળની એની આંખ ઘણી વાર ભીંજાયી હતી એ તો કોઈએ ના જોયું.
એને શર્ટ થી શૂટ પહેરતા મોઢા પર ઘણી કરચલીઓ પડી ગઈ.

(૪)હમણાંથી એ એકલો તારો બહુ ચમકી રહ્યો હતો,
પૂનમના ચંદ્રનેય આજે એની સામે જોવું પડ્યું.
ચમકવાનું કારણ બસ એટલું જ અંધારામાંય એકલો અડીખમ ઉભો હતો.

-સિદ્ધિ દવે"પણછ"
Final MBBS
શ્રી એમ.પી.શાહ ગવર્મેન્ટ મેડિકલ કોલેજ,
જામનગર

કાવ્યપ્રકાર:ત્રિવેણી જેમાં પહેલી બે લાઈન જ કડીને પૂર્ણ કરી નાખે પણ જેમ ત્રિવેણી સંગમ માં સરસ્વતી નદીને ગોતવી પડે એમ ત્રીજી લાઈનમાં ગર્ભનો મર્મ છુપાયેલો હોય.

Read More

#KAVYOTSAV -2
કંઇકને કંઇક વાતોથી ડરે છે,
શા માટે મન વાતવાતમાં લડે છે?
જ્યાં ભારતનું ભાવિ કંડારાય છે તે બાલમંદિરમાં,
પાંચસોના પગાર આપતા સરકાર રડે છે.
જ્યાં મોટેભાગે કોઈજ ભણાવવામાં આવતું નથી તે કોલેજમાં,
સાત આંકડાનો પગાર લેવા કર્મચારી લડે છે.
એક પથ્થર મંદિરમાં જાય છે,તેને તું ભગવાન તરીકે પૂજે છે;
રોજેરોજ ચંપલનું ધ્યાન રાખીને પગે લાગતો,
તું પથ્થરાં જેવો જ જડ કેમ રહે છે?
કંઇકને ......
પ્રાથમિકમાં ચાલતી ડફોળ બનાવવાની પધ્ધતિઓ:
સુખનું વિરોધી દુ:ખ થાય છે અને દુઃખનું વિરોધી સુખ થાયછે,
અરે શા માટે ગોખાવેશ,પોતે તો સમજ:
સુખ પૂરું થાય ત્યાં દુ:ખ શરુ થાય છે
અને દુઃખ પૂરું થાય ત્યારે સુખની શરૂઆત થાય છે.
કંઇકને...
શિક્ષક પૂછે: કહો વિદ્યાર્થી સૂર્ય કઈ બાજુથી ઉગે છે?,
વિધાર્થી બાકી હોશિયાર,બોલે તરત શીખવેલો જવાબ:પૂર્વ.
અરે કદી સૂર્ય ઉગે છે ખરો? સૂર્યતો ત્યાંજ છે,પૃથ્વી ફરે છે,
આની પરાકાષ્ઠા તો ત્યારે થઇ સાહેબ જયારે,
સનસેટ જોવા માટે લોકો મરે છે.
કંઇકને...
ઘટના ઘટે છે કોઈ એક ,પ્રતિભાવો જુદાજુદા મળે છે.
સમજીલો,દુનિયાની ફિલસુફી,
જેવું આપો છો એનું અનંતગણું પાછું મળે છે.
સમય નામની સાંકળ છે મોટી,ક્ષણે ક્ષણે ખરે છે.
યુદ્ધના મેદાનમાં જરૂર હોય જેની, એ ઘરે છે.
કંઇકને...
દુનિયા રાહ જોઇને બેઠી તમોને જોવા કે,તમો ક્યારે પડો છો?
કોઈને ચડવામાં રસ જ નથી,પડતા જોવામાં ખડો છો!
ભિખારી અને આપણામાં ન જણાતો કોઈ ફરક,
એ બહાર પડો છે,ને તું અંદર ખડો છું.
કંઇકને...
સિદ્ધિ પૂછે છે, ‘હે માનુસ, તારા જીવનનો ધ્યેય શો છે?
કંઈજ ખબર વિના શા માટે આમતેમ ફરે છે?
તું જે કરે છે કામ,એ શા માટે કરે છે?,
કંઈ ખબર છે કે નહિ કે,ટાઇમપાસ કરવા માટે કરે છે!
કંઇકને...
કૃષ્ણ જેનો મિત્ર બની ગયો એની જીત જ નિશ્ચિત છે,
પછી ભલે હોય આખી દુનિયા સામે,
પણ વિજય તો અર્જુનને જ મળે છે.
ઈશ્વર પાસે ઈશ્વરની બનાવેલી દુનિયા નથી માંગવાની,
ખુદ ઈશ્વરને જ માંગવાનો છે,
પછી જો શા માટે ડરવું છે અને શા માટે લડવું છે!
કંઇકને કંઇક વાતોથી ડરે છે,
શા માટે મન વાતવાતમાં લડે છે?
-સિદ્ધિ દવે"પણછ"

Read More

Hello!
I am Siddhi Dave studying final MBBS. This is my youtube channel:
"TOP NOTCH BOWSTRING"
https://youtu.be/pd64jTlhG-w