માતૃ દિવસ ની હાદિઁક શુભકામના..
માઁ અેટલે શું.. ? ?
મા એટલે પૃથ્વી ઈશ નું સ્વરૂપ..
જ્યાં ઈશ ન પહોંચે
ત્યાં તેનું સ્થાન લેવા કરાયેલું અદભુત સર્જન..
મા અેટલે કે જેમણે મને દુનિયાના દશઁન કરાવ્યા..
માઁ અેટલે કે જે પોતે ભુખી રહે ને મને જમાડે..
માઁ અેટલે કે જે કોઈના મેણા સાંભળશે પણ મને સાંભળવા ના દે..
માઁ અેટલે કે જેમના ઉપકારો નો બદલો ના ચુકવી શકાય..
માઁ એટલે જેને કોઈ પરિભાષા કે વ્યાખ્યા માં વર્ણવી ન શકાય..
માઁ એટલે જગ માં તેની તોલે કોઈ ન આવી શકે..
માઁ એટલે જેનું ઋણ ચૂકવવું અશક્ય છે તે જ તો છે મા..
માઁ અેટલે અેજ જગદંબા થી પણ વધારે કિમતી હોય આપણાં જીવનમાં..
મારી મા..
કંઈક તો ખોવાય છે..
આજે પણ સવારે આંખો ખુલે ત્યારે લાગે ઘર મા કઈ ખોવાય છે.. ?
આમ તેમ નજર કરૂં તો
લાગે નાહવા નો રૂમાલ ખોવાયો કે ઈસ્ત્રી માં આપેલા કપડાં ખોવાય છે..
નજર પડી તો
ના રૂમાલ કે ના ઈસ્ત્રી મા આપેલા કપડાં ખોવાયા..
પછી ખબર પડી કે એ યાદ કરાવતો અવાજ જ ખોવાય છે...
-હેત