ડંખ દીધાં તે એવાં એ જિંદગી,
ઉગરી ન શક્યો હજી તારા ઝેરથી;
મારે રાખું છું હવાતિયાં ઘણાં,
તોયે ડંખ તારો વકરતો જાય છે;
ગુંગણાય છે હવે આતમ મારો,
તોયે ક્યાં ઉતરે છે ઝેર તારા ડંખનું;
સમય હવે ખૂટતો જાય છે,
જિંદગી હવે ખૂટતી જાય છે;
કોશિશ કરું છું હું પણ બચવાનો,
તમે પણ પ્રયાસ કરો મને બચાવવાનો;
હસીને જિંદગી જીવી જજો દોસ્તો,
જિંદગીનાં ડંખથી બચતાં રહેજો દોસ્તો;
રવિ નકુમ 'ખામોશી'
#કાવ્યોત્સવ_2 .0
#kavyotsav_2 .0