Gujarati Quote in Poem by Dakshesh Inamdar

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

#KAVYOTSAV -2
હાસ્ય

કથા કહું હું ખરતાં વાળની એ ઓળાયે ના ઓળાય.
ભેગાં ખરી હડતાલ કરી ઔકાત બતાવી મારી આજ.

બહિષ્કાર કર્યો બધાએ કાંસકાનો ના ઓળ તું વાળ.
અમારે કારણ ચહેરો શોભતો છતાં બેકદર ઇન્સાન.

પોળમાં આવ્યો કાંસકો વેચનારો મને જોઈ બૂમો પાડે.
લઈલો કહી હસતો જાય ને ઘાયલકી ગત કોણ જાણે.

પાંથી ક્યાં ગઈ ખબર નથી હવે કોને કરવી ફરિયાદ?.
સંપ સમૂહ કરી એક સાથે સહુ વાળે કર્યો આપઘાત.

ખરતાં વાળ રડી બોલી ખર્યા ના રાખી કોઈ સારસંભાળ.
ફેશનની હરીફાઈમાં તાલિયાંએ કાઢ્યો આ કચ્ચરઘાણ.

વિગ બનાવી પહેરી તોય આવી ના પાછી મારી શાન.
જક્કી વાળ ખરતાં જાય "દિલ"ની ના કોઈ માને વાત.
દક્ષેશ ઇનામદાર."દિલ"..

Gujarati Poem by Dakshesh Inamdar : 111166284
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now