શોધું છું એને
જેને આ SORRY શબ્દ શોધ્યો છે
કરેલી ભૂલોમાંથી
છૂટી જવાનો સરળ રસ્તો શોધ્યો છે
ન નાની , ન મોટી
ભૂલ ક્યાં મપાય છે
ઘા થાય છે કોઈક ના ઋદય પર
એવું ક્યાં સમઝાય છે?
અહીં તો ભાઈ !
SORRY નો અસ્થાયી મલમ વપરાય છે
માફી આપનારા ઉદાર કહેવાય છે
એના કાળજે કેવી વીતી
એવું કોઈ ક્યાં જોવા જાય છે
હસીને કહી દીધું IT'S OK
એમાં તો બધું ભૂલી જવાય છે
શોધું છું એને
જેને આ SORRY શબ્દ શોધ્યો છે
પૂછી લઉં જો એ મને મળી જાય ક્યાંક
શું ક્યારેય તમારી લાગણી દુભાયી છે ખરી?
અને SORRY ના આ મલમ થી
શું એમાં રાહત અનુભવાયી છે ખરી?
સમઝાતું નથી એ દોસ્ત મને !
સંબંધો માં આટલી લાપરવાહી કેમ વર્તાયી છે?
આજે આ સંસાર માં
પ્રેમ ની આટલી અછત કેમ વર્તાયી છે?