Gujarati Quote in Poem by Kanha

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

#KAVYOTSAV -2"

#હ્રદય

મારું નામ ના આવે"(પણ માને એ બીજા)

હ્રદય ને કહ્યું ભાઈ જરાં સંયમ માં રહેજે,
કોઈ તારી લાગણીએ અફળાયું!
તો પછી મારું નામ ના આવે?

હ્રદય નેં કહ્યું હદમાં રહી ધડકજે,
તારો ધબકારો કોઈ ચોરી ગયું!
તો પછી મારું નામ ના આવે?

હ્રદયનેં કહ્યું થોડું વિચારી નેં વરસજે,
તારો પ્રણય કોઈ પારખી ન શક્યું!
તો પછી મારું નામ ના આવે?

હ્રદય નેં કહ્યું જરાં સંભાળીને બહેકજે,
તારાં સંવેદનો નેં કોઈ તોડી ગયું !
તો પછી મારું નામ ના આવે?

હ્રદય નેં કહ્યું જરાં સાવધાની થી કોઈમાં ભળજે,
તારાં સ્મિત નેં કોઈ રડાવી ગયું!
તો પછી મારું નામ ના આવે?

હ્રદય નેં કહ્યું આરામ થી તારું ઘર બદલજે,
તારી જીવંતતા નેં મૃત્યું આવી ગયું!
તો પછી મારું નામ ના આવે?

હ્રદય નેં સલાહ આપી કે આવું જ કરજે,
તારું અસ્તિત્વ જોખમાઈ ગયું!
તો પછી મારું નામ ના આવે?

મીસ.મીરાં

Gujarati Poem by Kanha : 111166190
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now