આંસુ વરસી પડે ધોધમાર કદીક
ને તે સાથે વહાવી દે મન ની પીડા ને વેદના
આંસુ કદીક એક મોતી રુપે પાંપણ પર ફરકે
ચુપકે થી વહી જાય કોઈક ની યાદમાં
આંસુ ખડખડાટ હાસ્ય સાથે વહી જાય કદીક
તો કદીક બને રાત ની એકલતા નો સાથીદાર
આંસુ કદીક બને પીડા નો ખારો દરિયો તો
કદીક બને મીઠા સ્નેહ ની સરવાણી
કેટલાક અનમોલ આંસુ એવા પણ હોય
હંમેશા માટે થઈ જાય કેદ આંખો મહીં ભીનાશ રૂપે..