Gujarati Quote in Poem by ધબકાર...

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

#KAVYOTSAV -2

તને યાદ છે...!?

તને યાદ છે...!? એ દિવસો...!
જીવનના અદ્ભૂત પડાવમાં...
ગામના પાદરે મળતા,
હાથમાં રાખી હાથ...
એકબીજામાં ભળતા...!

તને યાદ છે...!? એ દિવસો...!
તારી આંખમાં જોઈ...
પ્રેમરસ હું વરસાવતો,
પ્રગાઢ આલિંગનમા જકડી...
તારામાં હું ભીંજાતો...!

તને યાદ છે...!? એ દિવસો...!
સપના અવનવા સજાવતા...
ને વાતોમાં ક્ષિતિજને આંબતા,
એકબીજાને સાથ આપવાની...
ને પૂર્ણ કરવાની વાતો કરતા...!

તને યાદ છે...!? એ દિવસો...!
જ્યારે હું જતો હતો શહેરમાં...
આપણું નવું આશિયાનું બનાવવા,
તું આવી હતી પાદરે બહાવરી બની...
વિહવળ આંખો સાથે મને વળાવવા...!

તને યાદ છે...!? એ દિવસો...!
તને રોજ યાદ કરી કરતો ફોન...
જેમાં કરતા વાત મિલનની,
પણ, સમયના ચક્રમાં હું ભરમાયો...
છતાં તારી યાદ થકી જીતાયો...!

મને હજીય યાદ છે...!? એ દિવસો...!
આપણી એકમેકમાં ભળવાની વાતો...
પાદરની એ અનેરી યાદો...!
ક્ષિતિજ આંબવાના એ સપના,
ને એકબીજાની પૂર્ણતા ની વાતો...!


*****

સદા ખુશ રહો...
સદા જીવંત રહો...
સદા સંબંધો મહેકાવતા રહો...
જય શ્રી કૃષ્ણ...

Gujarati Poem by ધબકાર... : 111165905
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now