#KAVYOTSAV -2

હજી શોધું છું..!!

વર્ષોથી બંધ એ બારણામાં એક
ચહેરો ખાસ શોધું છું..!!
જીવી ગયો જે પળ એનો
મધુર એહસાસ શોધું છું..!!

અધખુલ્લા બારણામાંથી કરેલા
એના ઈશારા શોધું છું..!!
હોઠ પર આવીને રહી ગયેલા
શબ્દોના પ્રાસ શોધું છું..!!

એની આંખોમાંથી છલકાતી
લાગણી શોધું છું..!!
એના નરમ સ્પર્શમાં રહેલી
એ હૂફ શોધું છું..!!

એની નીતરતી ઝુલ્ફોની
ભીનાશ શોધું છું..!!
એના શ્વાસની મહેક હજીએ
આસપાસ શોધું છું..!!

એના છેલ્લા પત્રમાં લખેલા કારણોના
તારણ શોધું છું..!!
આંસુથી ખરડાયેલા પત્રમાં હજી પણ
એક આશ શોધું છું..!!

ઝાંકળ અને પર્ણનો ક્ષિતિજે
અનંત સાથ શોધું છું..!!
હજી પણ, કોરી પાંપણે એ બારણામાં એના
અસ્તિત્વને વારંવાર શોધું છું..!!

*****
શેફાલી શાહ

Gujarati Poem by Shefali : 111165900
Shefali 7 year ago

આભાર ધર્મેશ જી અને અરવિંદ જી

Arvind Wagh 7 year ago

ખૂબજ સુંદર પંક્તિ અને મન ની વ્યાખ્યા ખૂબ ખૂબ સુંદર

હરિ... 8 year ago

wahh.... mastn.. @di.. 1st fakro.. ??

Shefali 8 year ago

આભાર રોહિત, રૂપલ ,જાગૃતિ દી અને ટિયા

Tiya 8 year ago

mast ...last line superb

jagruti rathod 8 year ago

સુંદર, હૃદયસ્પર્શી.

ધબકાર... 8 year ago

વાહ... ખુબ સરસ... જય શ્રી કૃષ્ણ...

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now