આવ મુજ આંગણે સદાય આવકાર તારો.
કરું પ્રતિક્ષા ક્યારે સંભળાય ટહુકાર તારો.
નયનની ઝંખના રહી અવિરત પામવાનીને,
જોઉં રાહ તારીને આગમને સ્વીકાર તારો.
આમ તો મનમંદિરે સ્થાપિત પ્રતિમા તારી,
મિલનવેળામાં પાનખરનેય છે પડકાર તારો.
કોણ રોકી શકે સંગમ આપણો ક્યારે કદી?
આભે રીમઝીમ વરસે વિયોગ ઉપચાર તારો.
આ વનરાજી સજીધજીને સત્કારતી તુજને,
આપી રહ્યો સંદેશ ભ્રમર કરીને ગુંજાર તારો.
ચૈતન્ય જોષી પોરબંદર. ' દીપક '