#kaavotsav 2
કલેજાનો ટૂકડો
કલેજાના ટૂકડા ઊડવા ઊંચે ગગન આપું
અને ખુશ્બુ પ્રસરે દૂર પાંખોમાં પવન આપું
રહેશે આ દ્વાર ખૂલાં સદા તારી પ્રતીક્ષામાં
તું મન ચાહે બેધડક આવજે દિલથી વચન આપું
સિતારા ને ચાંદ તારી હથેળીમાં સદા ઝૂમે
સુગંધીથી મહેકતા હો તને એવાં ચમન આપું
સદા હસતો તું રહે હાથ ઊઠાવી દુઆ માંગુ
જગત ભૂંસી ના શકે સ્મિત એ તારે વદન આપું
ચડે જીવનમાં પ્રગતિના નવાં સોપાન ઉતરોતર
થશે પૂરાં સર્વ સૂનેહરા સપના નયન આપું
ખજાના કોઇ નથી સપનાની પાસે દીકરા મારાં
કદી ના કરમાય એવાં હું શબ્દોનાં કવન આપું
સપના વિજાપુરા