Gujarati Quote in Poem by Rinku Panchal

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ગઝલ..
રજામાં પણ રજા જેવું નથી હોતું.
મજામાં પણ મજા જેવું નથી હોતું.

કથે છે એક ધારું એક જેવું સ્તો,
કથામાં પણ કથા જેવું નથી હોતું.
સમય સાથે ભલે ને જિંદગી ચાલે,
મરણને તો પ્રથા જેવું નથી હોતું.

સજા પણ મોતની ને ના દયા જેવું,
કશું કારણ ખતા જેવું નથી હોતું.
જવું સૌને પડે છોડી બધું આખર,
સજામાં પણ સજા જેવું નથી હોતું.

કહે છે એક સરખું સૌ મજા માં છે,
બધા ને પણ બધા જેવું નથી હોતું.
શરમ સામી મળે તો શો ફરક એને,
સમય ને તો ત્વચા જેવું નથી હોતું.

અસર નક્કી હશે કોઈ દુઆ કેરી,
દરદ દિલનું જરા જેવું નથી હોતું.
ભરોસો હોય છે ઈલાજ જીવનનો,
દવા માં પણ દવા જેવું નથી હોતું.

ફક્ત શબ્દો મળે કોરા બને એવું,
સલાહોમાં તમા જેવું નથી હોતું.
ક્ષણોને ભોળવી સાધી શકે ઈલમ,
કરામત માં કલા જેવું નથી હોતું.

ધરાશાયી થતાં શમણાં હશે એથી,
મહેલોને કરા જેવું નથી હોતું.
મિલનની ઝંખનાનું જોમ જોરાવર,
પરત ફરતાં જતાં જેવું નથી હોતું.

ભરીને દ્વેષ જીવે આંખમાં ભારે,
હકીકતમાં કશા જેવું નથી હોતું.
હ્રદયમાં એટલે વસવાટ રાખ્યો છે.
દિમાગોમાં જગા જેવું નથી હોતું.

નિશાને જાય મળવાને ભલે સૂરજ,
મિલન હરદમ ઉષા જેવું નથી હોતું.
કમર કમનીય શી શોભે ભલે કેડી,
વિના સાથી જવા જેવું નથી હોતું.

ખુદાને છો વહાલું મધ ખુશામતનું,
દિસે સુંદર ખરા જેવું નથી હોતું.
મહિમા મૌનનો એકાંતમાં શોભે,
મધૂરું પણ કશા જેવું નથી હોતું.

કિડીની હામની શું માપણી કરશો ?
ફક્ત તનમાં ગજા જેવું નથી હોતું.
વસંતો હોય છે જો પાનખર વચ્ચે,
બધું જીવન જફા જેવું નથી હોતું.

ફરે છે જે સફેદી લઇ ઉનાળે પણ,
મહીં કાળી ઘટા જેવું નથી હોતું.
અતળ ઊંડાણને પામી શકો ક્યાંથી?
ઘણાનું મન ઘણા જેવું નથી હોતું.

હશે જો ચાલ ખંધી ને નજર નીચી,
કદી પગમાં છટા જેવું નથી હોતું.
વહે જ્યાં શ્વાસમાં વિશ્વાસ ઘટઘટમાં ,
ન અથવા કે છતાં જેવું નથી હોતું.

પહોંચે છે મરણ સુધી જનમથી જે,
સફર વચ્ચે તથા જેવું નથી હોતું.
પછી માથું કહો ક્યાં મૂકશો'દાજી'
કબરને તો ખભા જેવું નથી હોતું.
દાજી

Gujarati Poem by Rinku Panchal : 111165282
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now