#KAVYOTSAV -2
એ પાદર ને એ સીમાડો,
જયા રીઝી જતો માણસ બનાવનારો !
એ પાદર અને એ ઘેઘૂર વડલો,
જેની વડવાઈએ ઝૂલતા સૌ ભૂલકા !
એ પાદર ને એ પનઘટ,
જ્યાં પનિહારી કરે સુખ દુઃખની સંગત !
એ પાદર ને એ ગાયો ના ધણ,
મળતા એજ પાદરેે માણસ ના મન !
એ પાદર ને કોઈ અજાણ રાહગીર,
આવો બાપલા ના આવકારથી રોકતા રાહગીર !
એ પાદર ને એની અગણિત વાતો,
જે બની રહી મારા જીવનની મધુર યાદો !