#KAVYOTSAV -2
ધબકાર
તારા વગર સુનો આ સંસાર લાગે છે,
હૃદય જાણે ચુકતું એક ધબકાર લાગે છે!
ફિક્કા હવે સૌ તહેવાર લાગે છે,
વસંતમાય પાનખરનો ભાર લાગે છે!
પાંપણે અશ્રુના તોરણ દિન રાત લાગે છે,
હોઠો પર સ્મિતનો સૂનકાર લાગે છે!
શમણાંઓ તો હવે એક ઉપહાસ લાગે છે,
લાગણીઓનો દુકાળ બારેમાસ લાગે છે!
ઈશ પર ઊઠતો થોડો વિશ્વાસ લાગે છે,
જીવન જીવવાનો હવે મને થાક લાગે છે !
શેફાલી શાહ