#KAVYOTSAV -2


તારી સખી બનવું મને ગમ્યું હતું..!!


તારું હર્ષિત મુખડું જોઈ
મન મારું તારા સ્નેહમાં દોરાયું હતું,
ધર્મ રક્ષા કાજે તેં મને
સખીપણાનું સન્માન આપ્યું હતું,
એટલેજ...
તારી સખી બનવું મને ગમ્યું હતું..!!

મન પારખીને તેં મારું
પાર્થ સાથે મને જોડી હતી,
નવયુગના સર્જન કાજે તેં મારી
યોગ્યતા જાણે સમજી હતી,
એટલેજ...
તારી સખી બનવું મને ગમ્યું હતું..!!

વસ્ત્રાહરણ જોઈ મારું
મારા સૌ નત મસ્તક હતા,
વહારે આવીને તેં મારું
સ્વમાન ઘટતું અટકાવ્યું હતું,
એટલેજ...
તારી સખી બનવું મને ગમ્યું હતું..!!

આજીવન પામી સાથ તારો
મારું જીવન ધન્યતા પામ્યું હતું,
પાર્થના હાથે સન્માન અપાવી
ધર્મ સ્થાપના કરાવી હતી,
એટલેજ...
તારી સખી બનવું મને ગમ્યું હતું..!!

*****

સદા ખુશ રહો...
સદા જીવંત રહો...
સદા સંબંધો મહેકાવતા રહો...
જય શ્રી કૃષ્ણ...

Gujarati Poem by ધબકાર... : 111164946
ધબકાર... 8 year ago

ખુબ ખુબ આભાર... @shefali... @maylu... @jagruti... @purviben... @tiya... @ketanbhai... સદા ખુશ રહો... સદા જીવંત રહો... જય શ્રી કૃષ્ણ...

Ketan 8 year ago

વાહહ જય શ્રી કૃષ્ણ..

Tiya 8 year ago

Wah Wah mast Rohit bhai Jay Shree Krishna

Kanha 8 year ago

ગોવિંદનેં સૌથી નજીક થી જાણતી અનેં ક્યારેય પણ ગોવિંદનેં કંઈ પણ કહી શકતી એકમાત્ર વ્યક્તિ એટલે સખી દ્રૌપદી વાહ સરસ

jagruti rathod 8 year ago

સુંદર અભિવ્યક્તિ

Maylu 8 year ago

Jay shree Krishna ?

Shefali 8 year ago

દ્રૌપદી ના દ્રષ્ટિકોણ થી લખાયેલી અદભૂત રચના... ખૂબ જ સરસ

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now