#KAVYOTSAV -2
સૌથી પહેલા ચાહે અગર એ બનવા પ્રથમ, તો એ અંતિમ હરોળ ની પ્રથમ પંક્તિ હું છું,
અંત થી કરે અગર જો એ શરૂઆત તો એના અંત નો આરંભ હું છું,
આગ ઝરતી કાળઝાળ ગરમી માં બને એ જો વર્ષા, તો એ વર્ષા નો મલ્હાર હું છું,
દિપક ની જ્યોત બની અગર પ્રસરાવે એ અજવાશ, તો એ અજવાશ નો પ્રકાશ હું છું,
સરિતા સમ નિર્મળ વહેતી અગર છીપાવે તરસ કોઈ ની, તો એ તરસ ની 'તૃષ્ણા' હું છું,
ક્યારેક પ્રશ્ન સામે એ અગર ઉઠાવે જો સવાલ, તો એ સવાલ નો પ્રતિઉત્તર હું છું,
વાસ ની અગર બનવા ચાહે એ જો વાસળી, તો એ વાસળી ના આંતર સુર સુધી હું છું,
એ જો બને પાત્ર ને આપે શિક્ષા તો એની શિક્ષા નો ગ્રહિત છાત્ર હું છું,
અપરાધ ની અગર બને એ જો ક્ષમા, તો એની ક્ષમા નો અપરાધી હું છું,
પારધી ના બાણ થકી કરવા ચાહે અગર એ શિકાર, તો એ બાણ ની પણછ હું છું,
એ જો બને મારા સ્વર કાવ્ય ની કવિતા તો એ કવિતા નો કવિ હું છું,
સૌથી પહેલા ચાહે અગર એ બનવા પ્રથમ, તો એ અંતિમ હરોળ ની પ્રથમ પંક્તિ માં હું છું,
જય ગુજરાત, જય ગુજરાતી
✍કુબાવત ગૌરાંગ.