# kavyotsav- 2
કસોટી
વરસતા વરસાદમાં મનમીત વ્હાલા સનમનું ,
આગમન જો થાયને ભીંજાઇ જાઉં તો કહું .
જાગરણ માં છે તડપ આવો ન આવો બારણે ,
કલ્પનામાં જોઇને હરખાઇ જાઉં તો કહું .
આદરી છે કૂચ તો રસ્તે સૂરાલયના અમે ,
હોશમાં આવી પછી મલકાઇ જાઉં તો કહું .
પાંપણો ઝૂકી સખી ત્યાં તો મદભરી નીંદમાં ,
સ્વપ્ન થઇ આંખમાં છલકાઇ જાઉં તો કહું .
એકલો ભ્રમર ખુશ્બુ પાછળ ઘેલો પ્રેમથી ,
ફૂલની સાથે હું પણ લજવાઇ જાઉં તો કહું .
મૌસમો બદલાઇ સાકીને ચમનથી ખેલું છું ,
સાંકળોના સિતમથી ઘડવાઇ જાઉં તો કહું .
રુપનો ઘેલો દિવાનો આંખમાં ચકચૂર નશો ,
તે નશામાં નાખુદા બદલાઇ જાઉં તો કહું .
જાદુઇ કારીગરી દેખાય છે ચિત્રકાર ની ,
મૂર્તિની માટી બની લીંપાઇ જાઉં તો કહું .
સખી
દર્શિતા બાબુભાઇ શાહ
અમદાવાદ