#Kavyotsav 2
એક ઞઝલ "મા" પર
આજ પણ મારી જ બહુ ચિંતા કરે છે મા
હાલ મારા પૂછી,મારું દુઃખ હરે છે મા
ઘરને માટે જાત તે ઓગાળતી રહી છે
થોડી થોડી રોજ આજે પણ જરે છે મા
બાળકોને આપવા સુખ રોજ મથતી રહી
ને હજી પણ કહું પ્રભુથી કરગરે છે મા
જો સિતારાએ ખરી પૂરી કરે ઈચ્છા
તેમ તારા જેમ જોઉં હું, ખરે છે મા
એમ ઈચ્છે સંપથી રહે મારાં સંતાનો
મનથી અળગા જોઈ જીવતા પણ મરે છે મા
સૌની સાથે તું હસે પણ પ્રશ્ન એક પૂછું,
એકલામાં તારી આંખો કાં સરે છે મા?
મોત આવે ખુદનું હિંમતથી લડી લેશે
બાળકોને એક ઘસરકો,થરથરે છે મા
- શ્વેતા તલાટી