#KAVYOTSAV -2
લાગણી
મારે મને જીવવું છે જીવું છું એજ જીવવા દો.
ગયું જીવન આખું કર્મમાં હવે મને જીવવું છે.
ઘણાં હતાં દોસ્ત સુંદર હવે મનનું જીવવું છે.
પરદેશ જોયાં એનાં એજ જીવન જીવવું છે.
મારે પણ જો લીલોતરી પર્વત નદી સાગર છે.
નવું શું જોઉં જગમાં મારે ફક્ત મને જીવવું છે.
હું નિસર્ગનાં સ્વર્ગમાં જીવું છું મને જીવવા દો.
ભૂલીને ખારું મીઠી વસંતમાં જીવું જીવવા દો.
ચર્ચ ઊંચા બિલ્ડિંગ ભોગનશામાં લોક જીવે છે.
મારે "દિલ"માં જીવવું છે જીવું છું ને જીવવા દો.
દક્ષેશ ઇનામદાર."દિલ"..