#KAVYOTSAV -2
લાગણી
સંવેદનાઓનો ભર્યો દરિયો લાગણીનો ના કરું વ્યાપાર.
મન કેરું માધ્યમ મારું સ્ફુરે પ્રેમ લખું બસ તારું હું નામ.
રમશો નહીં રમત કોઈ છલકાતું લાગણીથી મારું હ્રદય.
નહીં સહી શકે દગો કોઈ હવે સંબંધોમાં ના પડે તિરાડ.
હ્રદયથી નીકળે ચીખ એવી ક્યાં જઈ કરું હું તને પોકાર?.
લાગણીઓના ધોધમાં વહીતરી જઉં સાત સમંદર હું પાર.
મિલનની આશમાં વિરહને છાતીએ જુઓ વળગાવ્યા.
સ્પંદનો પ્રણય ભીનાં હરપળ "દિલ"માં રહેએ ધબકતાં.
દક્ષેશ ઇનામદાર."દિલ"..