સપના ની પરી છે
જાણે રંગ રંગ નું પતગીયુ
જાણે રંગ બે રગી છે
રાહ એની આતુરતાથી જોવાથી,
મળવાની એને ઝંખના થતી,
આવશે એ, આવશે રે,
એમ લાગણીઓ ભરમાય છે,
એને નજર સામે જોઇને,
હોઠ ચુપ છે
નયન સરમેલી છે
પણ ચહેરે ત્યારે ખુશી છવાય છે
એક બિજાને જોયા કરી
હળવું હળવું સ્મિત કરી
પણ મન ત્યારે ખૂબ મલકાય છે,
ના એને ક્યાંય જવા દઉ,
ટગર ટગર જોયા કરુ,
પલભર મા હસાવી વહી ગઈ,
પાછી એની યાદ છવાઈ છે