તમારા જેવો સાથ મળે ના મળે.
હાથમાં રહે હાથ મળે ના મળે.
ટકી રહે અવિચળ એ અપેક્ષા,
જીવનમાં સંગાથ મળે ના મળે.
એક આશા પ્રભુ પૂરજે મારી,
તારા જેવો નાથ મળે ના મળે.
કિસ્મતથી બધું નથી મળનારું,
તું ઇશને તો પ્રાર્થ મળે ના મળે.
એમ કૈં નાસીપાસ થોડું થવાય?
કર્મથી ભીડ બાથ મળે ના મળે.
ચૈતન્ય જોષી પોરબંદર. ' દીપક '