*ઇચ્છા.*
કર્મના મૂળમાં દેખાય છે ઇચ્છા.
દરરોજ વધતી જાય છે ઇચ્છા.
સુખદુઃખની જનની છે ઇચ્છા.
કદીય પૂરી ન થાય છે ઇચ્છા.
નબળું કર્મ કરવા પ્રેરનારી એ,
કોઈથી ક્યાં સમજાય છે ઇચ્છા.
બ્રહ્મના બાપનીય પૂરી ન થતી,
તોયે પુનઃ ઓળખાય છે ઇચ્છા.
સંતોષને સદાય ભરખનારી એ,
અસંતોષથી પરખાય છે ઇચ્છા.
ચૈતન્ય જોષી પોરબંદર. ' દીપક '