#KAVYOTSAV -2
#"સંસ્કાર ની સરકાર"
આજનાં સંસ્કાર સરકાર સમા,
સમય ની માંગ પ્રમાણે બદલાતા.
પહેલાં તો સંસ્કારની સોગંધો ખવાતી,
આજે તો એ માણસે માણસે વેચાતા.
સંસ્કારનો કાંચળો ઓઢી ચાલતા,
આજે માણસો પણ પળપળ અટવાતા.
સંસ્કારનાં નામે છતાંપણ,
સંસ્કૃતિનાં ખુલેઆમ સોદા કરાતાં.
સંસ્કાર આપણાં આત્માની ઓળખાણ,છતાં,
એનાં નામે આજે ઈશ્વર પણ બહું ભોળવાતા
સંસ્કાર આપણાં પૂર્વજો ની મહામૂલી ભેટ,છતાં,
લાગણીઓનાં બહાને બહું સસ્તાં માં એ વેચાતાં.
આપણાં સંસ્કાર આપણું ગર્વ,
ગર્વ ને એ ગાળિયે આજે માધવ પણ બંધાતા.
નિર્દોષ આ સંસ્કાર ની અવિરત છે આ ગાથા,
ખરેખર,આજે એમાં માણસાઈનાં પણ સોદા કરાતાં.
મીસ. મીરાં
પૂર્વી જે શાહ વાપી.