.....#....સ્પષ્ટતા સાથે ક્ષમા યાચના....#.....
આજે આપ સૌની પાસે દાનમાં સૌથી ઉચ્ચ દાન એવું "ક્ષમાદાન"માગી રહ્યો છું...
મને એવું પ્રતિત થઇ રહ્યું છે કે,મારી રચનાઓને કારણે કોઇ એક પ્રત્યે ઘણી ખોટી પૂર્વધારણો બંધાઇ રહી છે...આવી જ કોઇ પૂર્વધારણોના લીધે મારાથી અજાણ્યે કોઇનું પણ હ્રદય દુખી થયું હોય તો મને ક્ષમા કરશો...
આવું તો થતું જ રહેશે જ્યાં સુધી મારી રચનાઓ વાંચવાનો દ્રષ્ટિકોણ નહિં બદલો...અને એના માટે નીચે સ્પષ્ટતા રુપે કરેલો મારો નાનકડો પ્રયાસ....
ક્ષમાયાચના નું કારણ,હું અને માત્ર હું જ,મારી રચનાઓ અને મહાદેવ સાથેની મારી અનોખીપ્રિત...
૧) હું -
જે કોઇને સમજમાં નથી આવતો...પણ શું કરું..? આવો જ છું...હવે છું તો છું...
સરળ છું એટલે કદાચ નથી સમજાતો...પરંતુ એટલો કઠીન પણ નથી મને સમજવો...મને સમજવા માટે પૂર્વધારણો પડખે મૂકી એક સરળ દ્રષ્ટિકોણથી જુઓ તો સાવ સાધારણ અને સરળ વ્યકિતત્વ જણાશે...અને સમજવો પણ એટલો જ સરળ રહેશે...અને ના સમજાઉં તોય શું ફેર પડે છે...હા હા હા
આ થઇ એક સ્પષ્ટતા...
૨)મારી રચનાઓ -
જે હંમેશા રહસ્યમયી હોય છે,૧૦૦%વંચાય છે, ૧%ખરા અર્થમાં કોઇકને સમજાય છે...આવું સૌ કહે છે...
પણ ખરા અર્થમાં મારી રચનાઓનું ઉદ્ગમસ્થાન છે મારા હ્રદયની નિખાલસ ભાવનાઓ...હવે ભાવનાઓમાં કેવું રહસ્ય??? એ તો સરળ જ હોય છે ને...?આ ભાવનાઓ એ છે જે,કોઇપણ જીવના સ્નેહાનુબંધમાં તરબોળ રહેલા હ્રદયની એના પ્રિય પાત્ર પ્રત્યેની એની "અનોખીપ્રિત".
(હા દરેક માટે પોતાની કોઇ પ્રત્યેની પ્રિત એ સર્વોપરી અને સર્વોચ્ચ જ હોય છે.)જેને હું મારી રચનાઓમાં કંડારું છું...
મારી કોઇપણ રચનાઓનો પ્રેરણાસ્ત્રોત કોઇ એક વ્યક્તિ કે વસ્તુ તો કદાપી ના હોઇ શકે...મારી રચનાઓ પ્રિતને સમર્પિત છે...અને એ પ્રિત મારા એક પૂરતી સિમિત નથી...એ તો દરેક જીવ માટે છે...
એક ગાયની વાછરું સાથેની પ્રિત...
એક બહેનની ભાઇ પ્રત્યેની પ્રિત...
એક પિતાની પુત્ર પ્રત્યેની પ્રિત...
એક કોડભરી કન્યાની પ્રિયતમ્ પ્રત્યેની પ્રિત...
એક ભક્તની ભગવાન પ્રત્યેની પ્રિત...
આમ જ તો વસુધૈવ કુટુંબકમ્ની ભાવના ઉજાગર થાય છે ને...?
તો બસ મારી રચનાઓનું આ જ કાર્ય છે કે આ પ્રિતને અનોખીપ્રિતનો દરજ્જો આપવો...જે મારી રચનાઓ બખુબી રીતે કરે છે...
મારી કોઇપણ રચનાને કોઇ એક વ્યક્તિ કે વસ્તુને સમર્પિત કે એને લગતી ના સમજવી....મારા તો બસ શબ્દ છે...હું તો સ્વયં નથી જાણતો કે પ્રિત શું છે? કોણ છે? કેવી છે?...પ્રિત તો બસ એક એહસાસ છે...
એને કોઇ વાચા નથી કે કોઇ સ્વરુપ નથી...
એતો બસ લાગણીઓ રુપે છે તો છે...અને સ્થૂળ રુપે નથી તો નથી...
આ થઇ બીજી સ્પષ્ટતા...
૩) મહાદેવ સાથેની મારી "અનોખીપ્રિત"....
જે મારી મહાદેવ સાથેની લગની છે.
મને મહાદેવની લગની એવી લાગી છે કે,જ્યારે હું સમાધીસ્થ હોઉં છું,ત્યારે હું ખુદને શિવમાં અને શિવને ખુદમાં હોવાની અનુભૂતિ કરું છું.
"શિવમય"હોવાના મારા એ એહસાસને અહિંયા શબ્દોમાં ઢાળવામાં હું અસમર્થ છું...
છોને મને મહાદેવ કહેતા કે તું સર્વ-સમર્થ છે...તો પણ...એ મારાથી ના બને... છતાં ઘણીવાર વિફળ પ્રયાસ કરું છું,એ એહસાસને રચનાઓમાં ઉતારવાનો...
જેમ સૌની માટે પોતપોતાની પ્રિત અનોખી છે,સર્વોચ્ચ છે,એમજ મારી પણ મહાદેવ સાથેની પ્રિત એ સૌથી "અનોખીપ્રિત"છે...એનાથી ઉપર મારી માટે કંઇ એટલે કંઇ જ નથી...
આ થઇ ત્રીજી સ્પષ્ટતા...
# હું હંમેશા કહેતો હોઉં છું કે,
"મારી કોઇપણ વાત કે કાર્યનો એક અર્થ ના સમજવો"...
અને એ આપ સૌ સમજો છો...સમર્થ છો...તો મને ક્ષમાદાન આપવા પણ એટલી જ સમર્થતા દાખવશો... એવા દ્રઢ વિશ્વાસ સાથે"આજથી અહિંયા જ વિરમું છું..."
જય ભોળાનાથ...
હર હર મહાદેવ....હર...